કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બંધ કર્યું
copy image

કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ ફોલોઅર્સ સાથે BJPને પાછળ છોડી
દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અસ્તિત્વમાં આવેલી આ પાર્ટીનું સત્તાવાર એક્સ (X – પૂર્વ ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી
આશ્ચર્યની વાત એ છે કે, X એકાઉન્ટ બેન થયા પછી પણ આ પાર્ટીનું ઈન્સ્ટાગ્રામ પેજ હજુ ઓનલાઈન છે અને ધૂમ મચાવી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર આ પેજના 1 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે.
ભાજપને પાછળ છોડી કોકરોચ જનતા પાર્ટી એ
ફોલોઅર્સની સંખ્યાના મામલે આ પેજે ભારતીય જનતા પાર્ટીને પણ પાછળ છોડી દીધી છે. જ્યાં ભાજપના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ BJP4India ના 87 લાખ ફોલોઅર્સ છે, ત્યાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના 1 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. માત્ર 4 દિવસમાં આટલા ફોલોઅર્સ મેળવીને આ પેજે સોશિયલ મીડિયા પર નવો રેકોર્ડ બનાવ્યો છે. મહારાષ્ટ્રના અભિજીત દીપકે દ્વારા બનાવેલી આ પાર્ટીનો નારો છે – _’સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક, લેજી.