કરછ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી

તારીખ ૨૦/૦૫/૨૦૨૬ થી તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી એક મહિના માટે આઇ ખેડુત
પોર્ટલ(I-Khedut) ખુલ્લુ
મુકવામાં આવ્યુ છે.
કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-
૨૭ માટે બાગાયત ખાતાની નવીન ત્રણ યોજનાઓ માટે ૧). ફળપાકોમાં ફિલ્ડ કવર થકી
ગુણવત્તાયુકત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ માટે એકમ ખર્ચ: ૫,૦૦,૦૦૦ પ્રતિ
એકમ/સ્ટ્રકચર (૧.૦૦ હેકટર વિસ્તાર માટે) ધ્યાને લઇ એકમ ખર્ચના ૪૦ % અથવા મહત્તમ
રૂ. ૨,૦૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય મળવા પાત્ર રહેશે. વધુમાં એકમ/સ્ટ્રકચર ૦.૨૦ હેકટરથી
વધુમાં વધુ ૧.૦૦ હેકટર વિસ્તારમાં બનાવવાનું રહેશે. પ્રોરેટા બેઝ મુજબ સહાય આપવાની
રહેશે. ૨). બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ માટે
સહાય હેઠળ અતિધનિષ્ટ ખેતી પધ્ધતિથી એક થી વધુ ફળપાક્નું વાવેતર કરવાનું રહેશે.
જેમાં ખેડુતોને પાકવાર નિયત થયેલ પ્રતિ રોપા/કલમ/ટીસ્યુ રોપા દીઠ ખરેખર થયેલ ખર્ચ
બે માંથી જે ઓછું હોય તે ધ્યાને લઇ વાવેતર કરેલ રોપા/કલમો મુજબ સહાય મળશે. આ
યોજનામાં ૫૦૦ થી ૨૬૦૦ રોપા/કલમોના વાવેતર પર ઇનપુટ/લેબર ખર્ચ માટે પ્રતિ હેકટરે
૧૦,૦૦૦ રૂપિયાની પ્રો રેટા બેઝ પ્રમાણે સહાય મળવા પાત્ર રહેશે. ૩). રાઇઝોમેટીક (આદું,
હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ માટે એકમ ખર્ચ: ૧,૦૦,૦૦૦ પ્રતિ હેકટરે કે જેમાં
પ્લાન્ટીંગ મટીરીયલ્સ (બિયારણ) માટે રૂ. ૬૦,૦૦૦ પ્રતિ હેકટર તેમજ ઇનપુટ ખર્ચ માટે
૨૦,૦૦૦ પ્રતિ હેકટર અને મજુરી/અન્ય ખર્ચ માટે ૨૦,૦૦૦ પ્રતિ હેકટરે ધ્યાને લઇ સામાન્ય
જાતિના મોટા ખેડુતને ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૫૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય તેમજ
સામાન્ય જાતિના નાના/સિમાંત ખેડુતને ખર્ચના ૬૫ % અથવા મહત્તમ રૂ. ૬૫,૦૦૦ પ્રતિ