મોદી મારા મિત્ર છે અને હું તેમનો ચાહક છું : ટ્રમ્પ
copy image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને `મહાન નેતા’ ગણાવતા જણાવ્યું હતું કે, મોદી મારા મિત્ર છે અને હું તેમનો ચાહક છું.પ્રાથમિક માહિતી અનુસાર ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત અમેરિકા પર 100 ટકા ભરોસો કરી શકે છે. અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ પર દિલ્હીનાં ભારત મંડમાં યોજિત કાર્યક્રમમાં ટ્રમ્પે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરને ફોન કરી લોકોને સંબોધન કર્યું હતું. મને મોદીજી પ્રત્યે, ભારત પ્રત્યે પ્રેમ છે. મોદીને હલ્લો કહો. અમે પહેલાં કદી ભારતથી આટલા નજીક નથી રહ્યા, તેવું અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા હતા. ભારતને કદી પણ મદદની જરૂર પડે તો તેમને ખબર છે કે, કોને કોલ કરવો. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વેપારસંધિ અને ટેરિફ પર વાતચીત કરી રહ્યા છે. બન્ને દેશ સંરક્ષણ, સેમિકંડક્ટર, એઆઈ, ઊર્જાના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ અગાઉ પણ સપ્ટેમ્બર 2019માં `હાઉડી મોદી’ કાર્યક્રમમાં, ફેબ્રુઆરી 2020માં `નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં તેમજ 2024માં અમેરિકી ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે.