અમેરિકાના વર્જિનિયા સિટીમાં એક ગુજરાતીની હત્યા

અમેરિકાના વર્જિનિયા સિટીમાં એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલ, જે છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકામાં સ્ટોર પર નોકરી કરતા હતા, તેમની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી છે. આ હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ સમાચાર મળતા જ તેમના વતન જંત્રાલ અને જામળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ મેઘનાબેનના પિતા કરસનભાઈ અને માતા કપિલાબેન જંત્રાલમાં રહે છે, જ્યારે તેમના પતિ ઉપેન્દ્રભાઈ અને બંને સંતાનો અમેરિકામાં સ્થાયી થયેલા છે.