*કચ્છ જીલ્લા ભાજપ મોદી સરકારના વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના અવિરત 12 વર્ષની ઉજવણી કરશે*

*પ્રદેશ ભાજપ દ્વારા વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી આ પ્રસંગ અનુરૂપ આગામી કાર્યક્રમો અંગે માહિતગાર કરવામાં આવ્યા*
કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને 12 વર્ષ પૂર્ણ થતા હોઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અનેક ઝળહળતી સિદ્ધિઓ અને કીર્તિમાનોની ઉજવણી કરવા સમગ્ર ગુજરાતમાં આ નિમિતે વિવિધ કાર્યક્રમો કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા અનેક આયોજનો ઘડી કાઢવામાં આવ્યા છે ત્યારે કચ્છ કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલ એક વર્ચ્યુઅલ બેઠકમાં આગામી જૂન મહિનામાં બહુલક્ષી કાર્યક્રમો કરવા માટે માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ નીતિન નવીનજીના નિર્દેશાનુસાર કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા હેઠળ સમગ્ર કચ્છ જીલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના આ લગાતાર 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના શુભ અવસરે આગામી તા. 5 જૂન થી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમોને શાનદાર રીતે પાર પાડવા માટે કમર કસવામાં આવી છે
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે એક પેડ મા કે નામ અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવશે અને નવી પેઢીને આ વૃક્ષોનું જતન કરવા પ્રેરવામાં આવશે.
વિશેષ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત સાંસદ વિનોદભાઈ ચાવડા પોતાના લોકસભા ક્ષેત્રની દરેક વિધાનસભામાં ૧-૧ દિવસનો પ્રવાસ કરશે તથા સર્વે ધારાસભ્યો પોતાના વિધાનસભા વિસ્તારના દરેક મંડળમાં ૧-૧ દિવસનો પ્રવાસ કરશે અને તેમની સાથે પક્ષના સૌ તેમજ કાર્યકર્તાઓ સાથે જોડાશે.
આ અંગે વિસ્તૃતમાં માહિતી આપતા શ્રી વરચંદે જણાવ્યું હતું કે કચ્છ જીલ્લા ભાજપ દ્વારા સમગ્ર જીલ્લામાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્ક કાર્યક્રમ, પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન, જનકલ્યાણ શિબિર, મોદી સરકારની ઉપલબ્ધીઓનું પ્રદર્શન, કિશાન મોરચા દ્વારા જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતીની વિશાળ કાર્યશાળાનું આયોજન અને 21 જૂને મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી સહિતના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેમાં જીલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપરાંત સામાજીક સંસ્થાઓ, સામાજીક આગેવાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સેવાકીય સંગઠનોને પણ સાથે જોડવામાં આવશે અને આ પ્રસંગે ખાસ નોંધપાત્ર સેવાકીય અને જન ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સંસ્થાઓ અને વ્યક્તિઓના સન્માન પણ કરવામાં આવશે.
કચ્છ કમલમ્, ભુજ ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારી, ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા, મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સહિત જીલ્લા ભાજપના હોદેદારો, વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલી માર્ગદર્શન મેળવ્યું હોવાનું ક્ચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.