નાના રેહા પ્રાથમિક શાળાના શિક્ષિકા વૈશાલીબેન ખરચલીયા ની વતનમાં બદલી થતાં શાળાના 200 બાળકોને વોટર બોટલની ની ભેટ

ભુજ તાલુકાની શ્રી નાનારેહા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વૈશાલીબેન રસિકભાઈ ખરચલીયાની જિલ્લાફેર બદલી થતા તેમના તરફથી શાળાના તમામ 200 જેટલા બાળકોને અંદાજિત 15000 રૂપિયાની ઉત્તમ ગુણવત્તાવાળી વોટર બોટલ ભેટ આપવામાં આવી હતી.
વૈશાલીબેન શાળા અને બાળકોને ઉમદા શિક્ષણકાર્ય માટે સમર્પિત હતા તેમની મહેનતથી શાળાના ધોરણ 5 ના 5 બાળકો CET પરીક્ષામાં મેરીટમાં આવ્યા હતા.
પોતાનું વતન મળવાના રાજીપા સાથે શાળા પરીવાર વતી તેમને શિલ્ડ અર્પણ કરી, ફુલહાર પહેરાવી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.