હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ વેન્યુની મુલાકાત લીધી

image

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની ટીમ સાથે સ્પોર્ટ્સ વેન્યુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત લીધી હતી.મળતી માહિતી મુજબ આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ, સ્ટેડિયમ મેનેજમેન્ટ અને આયોજનની બારીકાઈઓનો અભ્યાસ કર્યો હતો. આ તકે તેમની સાથે સત્તાવાર પ્રતિનિધિ મંડળ અને રમતગમત ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.