કચ્છ અને મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને રજૂઆત – સાંસદશ્રી વિનોદ ચાવડા

સડક પરિવહન અને રાજય માર્ગ મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી સાથે ચોમાસું સત્ર દરમ્યાન રૂબરૂ મુલાકાત કરી કચ્છ અને મોરબી ના રોડ – રસ્તા હાઇવે અને રાજમાર્ગ ને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરતા કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાપરિવહન અને રાજય માર્ગ મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી સાથે કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ લોકસભા ના ચોમાસું સત્ર દરમ્યાન રૂબરૂ મુલાકાત કરી કચ્છ અને મોરબીના રોડ – રસ્તા હાઇવે અને રાજમાર્ગ ને જોડતા ધોરી માર્ગો વિષે રજુઆત કરતા જણાવ્યુ
હતું કે, કચ્છ એ વિકાસશીલ જિલ્લો છે. જેમાં અનેકવિધ પ્રવાસન સ્થળો મરૂ, મેરૂ અને મેરામણ થી શોભતું કચ્છ, ઔધોગિક હબ મોરબી નું ગુજરાત ના બાકીના ભાગો સાથે જોડતા રોડ રસ્તા – ધોરીમાર્ગ જેવાકે, (1) કચ્છ થી મોરબી સુંધી આઠ લાઇન રોડ, (2) શેખપીર થી એરપોર્ટ સર્કલ, (પાલારા) બાયપાસ રોડ, (3) કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 341 પર રતનાલ બાયપાસ સુંધી ફલાય ઓવર માટે, (4) ગાંધીધામ (કંડલા) થી સુરજબારી સુંધીના કોસ્ટલ ગ્રીનફિલ્ડ અલાઇન્ટમેન્ટ ના શકયતા અભ્યાસ માટે, (5) રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 મોરબી વાંકાનેર વિભાગ પર બાયપાસ રોડ બાબતે (6) માળીયા – મિયાણા તાલુકાના જશાપર ગામની સીમ માંથી પસાર થતાં પ્રસ્તાવિત રોડ અંગે. (7) કચ્છમાં કોસ્ટલ ફ્રેઇટ (FREIGHT) કોરિડોર / કોસ્ટલ રોડ એક્સપ્રેસ – વે ના વિકાસ માટે ચાલી રહેલા કન્સલ્ટન્સી અવકાસમાં કંડલા – તુણા થી મુન્દ્રા સુંધીના વડાલા રેલવે ક્રોસિંગ (LC-19) સુંધી ના આદિપુર – ભદ્રેશ્વર – મોખા સ્ટેટ હાઇવે રોડ સ્ટ્રેચ નો સમાવેશ કરવા અંગે. (8) NH – 151 A ના માળીયા – પીપળીયા સેકશન ને મોજૂદા અલાઈનમેન્ટ પર બનાવવા માટે રિક્વેસ્ટ પ્રપોજડ સેમી ગ્રીન ફિલ્ડ અલાઈનમેન્ટ પર નહીં બનાવવા બાબતે રજુઆતો કરી હતી. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને સડક પરિવહન અને રાજય ધોરીમાર્ગ મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરીજી ના નેતૃત્વ માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ રોડ રસ્તાઓ વિકાસ થઈ રહ્યો છે. રજૂઆત કરેલ રોડ રસ્તાની સુધારણા પ્રવાસનમાં વધારો, ટ્રાફિકમાં ઘટાડો, સલામત અને કાર્યસમ મુસાફરી, ઈંધણ બચત અને સીમા સુરક્ષા, આર્થિક વિકાસને ગતિ મળશે. ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીશ્રી નિતિન ગડકરીજી એ બધી જ રજુઆતો ની નોંધ કરી વહેલી તકે પ્રશ્નો નું નિરાકરણ ની ખાતરી સાથે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદશરી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.