એર ઈન્ડિયા અને ઈન્ડિગો અમદાવાદ સહિતના રૂટ્સ પર ફ્લાઈટો ઘટાડશે
copy image

દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સ મુજબ , 1 જૂન 2026 થી આગામી 90 દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો ATF ના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના (ATF) ભાવ આસમાને પહોંચ્યા છે.તેમજ ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં જ દર વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જોવા મળે છે. જો કે એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં, માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઓછી કરવામાં આવશે. મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકી ન ભોગવવી પડે તે માટે આવી ફ્લાઇટ્સને બુકિંગ વેબસાઇટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવામાં આવી છે.