કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે, વિવિધ કામોનું કરશે લોકાર્પણ

copy image

copy image

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મે દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જે અંતર્ગત તેઓ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. 28 મેના રોજ તેઓ વડસર ખાતે જેડવા તળાવ અને નવનીત વાંચનાલયોનું લોકાર્પણ કરવા ઉપરાંત ખાત્રજમાં ગ્રામ પંચાયત કચેરીનું ઉદ્ઘાટન અને તળાવ બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત કરશે.આ સાથે જ તેઓ મોટી ભોયણ અને કલોલ-ગાંધીનગર વિસ્તારના વિવિધ કામોનું લોકાર્પણ કરી સોનીપુર ખાતે પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસે ભોજન લેશે. સોલામાં ઉમિયાધામ હોસ્ટેલ અને નવા વાડજમાં ભારત માતાના કલ્ચરનું લોકાર્પણ કર્યા બાદ, તેઓ કમલમ ખાતે પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને અમદાવાદ સર્કિટ હાઉસમાં વિવિધ રમત ઉત્સવોની તૈયારીઓની સમીક્ષા કરશે. પ્રવાસના બીજા દિવસે 29 મેના રોજ, તેઓ કચ્છના ભુજની મુલાકાત લઈ સૈન્ય અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજશે અને ભારત પાકિસ્તાન સરહદ પરના સંવેદનશીલ હરામી નાળા વિસ્તારની પણ મુલાકાત લેશે.