ભુજની મુખ્ય ઈદગાહ પર મુસ્લિમ બિરાદરોએ ઈદ- ઉલ- અઝહા (બકરી ઈદ)ની નમાઝ અદા કરી ધાર્મિક ઉત્સાહ

ભુજની મુખ્ય ઈદગાહ પર મુસ્લિમ બિરાદરોએ ઈદ- ઉલ- અઝહા (બકરી ઈદ)ની નમાઝ અદા કરી ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાના માહોલમાં ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં બકરી ઈદની નમાજ માટે ઉમટી પડ્યા હતા પર્વ દરમિયાન કુર્બાનીની પરંપરા નિભાવવામાં આવશે તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં દાન અને ખેરાતનું વિતરણ પણ કરવામાં આવશે ઈદ નમાઝ બાદ કચ્છ જિલ્લા ગુજરાત રાજ્ય અને દેશભરમાં ભાઈચારો અને હિન્દુ મુસ્લિમ ભાઈઓની એકતા સદાય રહે અને ભારત દેશ સુરક્ષિત અને પ્રગતિ કરે તેવી દુઆ પણ કરવામાં આવી હતી અને દેશના તમામ હિંદુ મુસ્લિમ ભાઈઓને ઇદની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી