ઉજ્જવળ ભવિષ્યની આશા રોળાઈ: કેનેડામાં અભ્યાસ કરતી આણંદની ૨૨ વર્ષીય યુવતીની ઘાતકી હત્યા

image-322

copy image

copy image

કેનેડાથી ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય યુવતીનું કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના મોતના સમાચાર મળતા જ બોરસદમાં રહેતા તેના પરિવાર અને સગાસંબંધીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.મૃતક છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે-સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે નોકરી પણ કરતી હતી. અન્ય ભારતીય વિદ્યાર્થીઓની જેમ તે પણ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે કેનેડા ગઈ હતી. આ હત્યાની ઘટના ગત 15મી મેના રોજ અમેરિકાની સરહદ નજીક આવેલા વિસ્તારમાં બની હતી. યુવતી પર કોઈ અજ્ઞાત કારણોસર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.