ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.૩.૧,૫૭,૧૩૮/- સહિત કુલ્લે રૂ.૧૧,૬૨,૧૩૮/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઈ. દેવજીભાઇ મહેશ્વરી, સુરજભાઇ વેગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઘનશ્યામ હીરજી હાલાઈ રહે.કોડાય તા.માંડવીવાળો પોતાના કબ્જાની આઈસર ટેમ્પાથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો બહારથી લઈ આવેલ અને હાલ તે કોડાય ગામથી માંડવી તરફ માલ સગેવગે કરવા જવાનો છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી કોડાય પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૯૧/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટની કલમ કલમ-૬૫(એ)(ઈ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ કોડાય પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
કબ્જે કરેલ મુદ્દામાલ
- વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૪૩ તથા અલગ અલગ કંપનીના બિયર ટીન નંગ-૨૪૦ તથા ૧૮૦ એમ.એલ.ના ક્વાટર નંગ-૧૯૬ જે તમામની કિં.રૂ. ૧,૫૭,૧૩૮/-
- આઈસર કંપનીનો એક ટેમ્પો કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
- મોબાઈલ ફોન નંગ-૦૧ કિં.રૂ. ૫,૦૦0/-
પકડાયેલ આરોપી:
- ઘનશ્યામ હિરજીભાઈ હાલાઈ (પટેલ) ઉ.વ.-૩૮ ધંધો-ખેતી રહે. કોડાય વાડી વિસ્તાર તા.માંડવી
- પકડવાનો બાકી આરોપી:
- શિવમ જાદવ રહે.તલાસરી મહારાષ્ટ