આદિપુરમાં જુગાર રમતા એક શખ્સની અટકાયત

dharpakd

copy image

copy image

આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુંદરા સર્કલ પાસે જાહેરમાં સર્વિસ રોડ પર મોબાઈલ ફોન દ્વારા જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે બનાવ સ્થળે દરોડો રેડ પાડીને એક શખ્સને ઝડપી તેની પાસેથી જુગારના આંકડા લખેલો રૂા. 5,000ની કિંમતનો એક એમ.આઈ. કંપનીનો મોબાઈલ ફોન અને રોકડા રૂા. 1,800 મળી કુલ રૂા. 6,800નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.