ભુજની સંસ્કૃત પાઠશાળા, ખાતે સહકાર સેવા મંડળ ધ્વારા ઈદની પૂર્વ સંધ્યાએ હિન્દુ-મુસ્લિમ એકતારૂપી મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી, શંકરભાઈ સચદે, શિતલભાઈ શાહ (પ્રમુખ, ભુજ નગરપાલિકા, બિંદીયાબેન ઠકકર (ઉપપ્રમુખ, ભુજ નગરપાલિકા), કમલભાઈ ગઢવી (કારોબારી ચેરમેન, ભુજ નગરપાલિકા), ધર્મેશભાઈ જોશી (સતાપક્ષના નેતા) નું શાલ તેમજ હારારોપણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. અને સંસ્કૃત પાઠશાળાના નેજા હેઠળ હાટકેશ સેવા મંડળ તેમજ હાટકેશ અંબિકા મહિલા મંડળ ધ્વારા સહયોગ સાંપડયો હતો. આ પ્રસંગે સહકાર સેવા મંડળ, ભુજના પ્રમુખ ઝહીર સમેજા, ઉપપ્રમુખ માલસીભાઈ માતંગ, મહામંત્રી વારીસભાઈ પટણી, યુનુસભાઈ ખત્રી, સલીમભાઈ મોગલ, કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ કુંભાર રમજુભાઈ (માનકુવા), સામાજિક આગેવાન જત હાજી આમદભાઈ, હેમેન્દ્રભાઈ જણસારી (લોકસેવા ટ્રસ્ટ), સંસ્કૃત પાઠશાળા ના સંચાલક વિભાકરભાઈ અંતાણી, હેંમાશુંભાઈ અંતાણી, અવિનાશભાઈ વૈદ્ય, દેવીભાઈ વૈદ્ય, આશિષભાઈ વૈદ્ય, નેહલભાઈ પટણી, હાટકેશ અંબિકા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથી, વસ્તલાબેન શુકલ, જગદીશભાઈ છાયા, જયોતિબાળ ાબેન, રોહીતભાઈ પાઠક, કિશોરભાઈ મચ્છર, દિવ્યાબેન પટણી, હરેશભાઈ જોશી ધ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તો પધારેલા મહેમાનો ને મોમેન્ટો અને શાલ તથા ફુલહારથી સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સંચાલન વિભાકરભાઈ અંતાણી દ્રારા કરવામાં આવેલ અને વ્યવસ્થા માલસી માતંગે સંભાળી હતી. જયારે આભારવિધી કુંભાર રમજુભાઈએ કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.