રાપરના સીમ વિસ્તારમાં ભેંસો ચરાવવા ગયેલા 62વર્ષીય વૃદ્ધનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત

image-337

copy image

copy image

રાપર તાલુકાના સીમ વિસ્તારમાં ભેંસો ચરાવવા ગયેલા 62વર્ષીય વૃદ્ધ વ્યક્તિનું પાણીના ટાંકામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું રાપરના નવાપરા ખેતરપાળ મંદિરની બાજુમાં રહેતા વૃદ્ધએ જીવ ખોયો હતો. સવારના અરસામાં આ વૃદ્ધ ભેંસો ચરાવવા સીમ વિસ્તારમાં ગયા હતા. તે દરમ્યાન સાંજે મોડેક સુધી તે પરત ન આવતાં ભેંસોના માલિક તેમને શોધવા નીકળ્યા હતા. આ દરમ્યાન આ વૃદ્ધ ખીમા સામાભાઇની વાડીના ટાંકામાં ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે અન્યોને જાણ કરી તેમને બહાર કાઢી હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ વૃદ્ધ ટાંકામાં પાણી ભરવા જતાં પગ લપસી જતાં ડૂબી ગયા હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હોવાનું તપાસ કરતા પી.એસ.આઇ.એ જણાવ્યું હતું.