અંજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂા. 4,08,693ની માલમતાની તસ્કરી

copy image

અંજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી સોનાં- ચાંદીના આભૂષણો તથા રોકડ  સહિત કુલ રૂા. 4,08,693ની માલમતાની તસ્કરી કરી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ ચોરીનો બનાવ દબડા વાડીવિસ્તારમાં ગત તા. 12-30થી 5 વાગ્યા સુધીના અરસામાં બન્યો હતો. પોલીસનાં સત્તાવાર સાધનોએ ફરિયાદીની ફરિયાદને ટાંકીને કહ્યું હતું કે, અજાણ્યા આરોપી ફરિયાદીનાં મકાનનું તાળું તોડીને અંદર ઘૂસી મંગળસૂત્ર 16.190 ગ્રામ કિં. રૂા. 56,900, સોનીની બુટ્ટી 11.730 ગ્રામ કિં. રૂા. 85,723, સોનાંની ત્રણ વીંટી 9.970 ગ્રામ કિં. રૂા. 72,500, સોનાંની ચેઈન 18.580 ગ્રામ કિં. રૂા. 74,770, સોનાંના નજરિયા 3.590 ગ્રામ કિં. રૂા. 17,800, નાના ચાંદીના દાગીના 150 ગ્રામ કિં. રૂા. 31 હજાર તથા રોકડા રૂા. 70 હજાર   લઈને ફરાર થયા હતા. ફરિયાદના કુંટુબીજનો ઘર બંધ કરીને છત ઉપર સૂવા માટે ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ  હાથ સાફ કર્યા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ તહોમતદારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા .