અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી  ટ્રમ્પ પતિ સાથે ભારત પ્રવાસે, દિલ્હીનું અક્ષરધામ મંદિર જોઈ થઈ મંત્રમુગ્ધ

copy image

copy image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઇકલ બુલોસ હાલમાં ભારતના ખાનગી પ્રવાસે આવ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન તેમણે દિલ્હીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ ભારતીય સંસ્કૃતિ, કલા અને આધ્યાત્મિક વારસાથી ખૂબ જ પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ  ટિફની ટ્રમ્પે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અક્ષરધામ મંદિરની મુલાકાત અંગે પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે અક્ષરધામની મુલાકાત તેમના માટે એક અદ્ભુત અને યાદગાર અનુભવ રહ્યો. તેમણે મંદિરની અનોખી કોતરણી, ભવ્ય સ્થાપત્ય, આધ્યાત્મિક વાતાવરણ અને ભારતીય સંસ્કૃતિના દર્શનને વખાણ્યા હતા. ટિફનીએ જણાવ્યું કે આ સ્થળ ભારતની સમૃદ્ધ પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે.સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર તરફથી પણ આ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરવામાં આવી હતી. મંદિર પ્રશાસને કહ્યું કે ટિફની ટ્રમ્પ, માઇકલ બુલોસ અને તેમના મિત્રોના સમૂહનું સ્વાગત કરવું તેમના માટે ગૌરવની વાત હતી.મંદિર તરફથી જણાવાયું કે મહેમાનોને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને ઐતિહાસિક વારસાની નજીકથી ઓળખ કરાવવાનો અવસર મળ્યો હતો.ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર (Sergio Gor) એ પણ ટિફની ટ્રમ્પ અને માઇકલ બુલોસનું ભારત આગમન પર સ્વાગત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંનેને ભારતની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમની પોસ્ટ બાદ આ મુલાકાતને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે ટિફની ટ્રમ્પની આ મુલાકાત પણ દર્શાવે છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો હવે વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય બની રહ્યો છે.ટિફની ટ્રમ્પ અને માઇકલ બુલોસની અક્ષરધામ મંદિર મુલાકાત માત્ર એક પ્રવાસ નથી, પરંતુ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની વૈશ્વિક સ્વીકૃતિનું પ્રતિબિંબ પણ છે. અક્ષરધામની ભવ્યતા અને ભારતીય પરંપરાઓએ તેમને મંત્રમુગ્ધ કરી દીધા હોવાનું તેમના નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે. તેમની આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.