વરસાણા ચોકડી પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈકચાલકનું મોત

વરસાણા ચોકડી પાસે પૂરઝડપે આવતી ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોટરસાઈકલચાલક  એ આંખો મીંચી લેતાં પરિવારમાં ગમગીની પ્રસરી હતી. અકસ્માતનો આ બનાવ વરસાણા ચોકડી પાસે ચામુંડા કાંટાની સામે રોડ ઉપર ગત તા. 23/10ના બન્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી પોલીસના  સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,  ટ્રક ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને  મોટરસાઈકલ ને ટક્કર મારી હતી, જેમાં ગંભીર  પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમને સારવાર તળે ખસેડાયા હતા. આ યુવાનને આદિપુર અને ગાંધીધામમાં  સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે તેમના વતન મધ્યપ્રદેશ લઈ જવાયા હતા, તે દરમ્યાન  ભચાઉ  વાગડ વેલ્ફર હોસ્પિટલ સામે ધોરીમાર્ગ ઉપર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે ની ફરિયાદના આધારે પોલીસે વધુ  તપાસ હાથ ધરી છે.