અંજાર અને ટપ્પર ખાતે સરકારી જમીન પરના દબાણ દૂર કરાયાં
અંજાર અને ટપ્પરની સીમમાં આવેલી જમીન ઉપર વ્યાપક વાણિજ્ય દબાણો થઈ ગયાં હતાં.સૂત્રો પરથી મળતી માહિતી કલેક્ટર અને પ્રાંત અધિકારીની સૂચના પછી મામલતદાર દ્વારા કાર્યવાહી કરીને રૂપિયા 2.15 કરોડની જમીન ખુલ્લી કરીને કબજો લઈ લેવાયો હતો. અંજારની સીમમાં આવેલી સરકારી જમીનના સર્વે નંબર ચોરસ મીટર માં વાણિજ્ય દબાણો થઈ ગયાં હતાં, જ્યારે ટપ્પરના સરકારી સર્વે નંબર જમીનમાં ખેતી વિષયક દબાણો થઈ ગયા હતા. અંજાર મામલતદાર દ્વારા વાણિજ્ય હેતુ માટેની જંત્રી કિંમત રૂા. 2,03,02,200 તથા ખેતીના હેતુ માટેની જંત્રી કિંમત રૂા. 12,76,344 એમ કુલ રૂા. 2,15,78,544ની જમીન ઉપરના દબાણો હટાવીને જમીન ખુલ્લી કરી હતી અને કબજો મામલતદાર દ્વારા લઈ લેવામાં આવ્યો હતો. અગાઉ પણ પોલીસ અને મામલતદાર દ્વારા હટાવીને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. સરકારી જમીનનો ઉપર દબાણ કરીને વાણિજ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અસામાજિક તત્ત્વો દ્વારા પણ સરકારી જમીન ઉપર દબાણ કરીને ધંધા કરવામાં આવે છે. અગાઉ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યાર પછી કલેક્ટર અને પ્રાંત અધિકારીની સૂચના બાદ મામલતદાર દ્વારા અંજાર અને ટપ્પરમાં વાણિજ્ય ખેતી વિષેયક દબાણ દૂર કરવામાં આવ્યાં હતાં.