ઉગેડી નજીક બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

નખત્રાણા તાલુકાના ઉગેડી ગામ નજીક આજે બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર સામસામે આવતી બંને કાર અથડાતા ગાડીઓને ભારે નુકસાન થયું છે. અકસ્માતમાં બંને ગાડીના ડ્રાઈવરોને ઈજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.