અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સામસામા હુમલા
copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા પણ રોજ વધુને વધુ ધૂંધળી બનતી જાય છે. બન્ને પક્ષ તરફથી ફરી એકવાર સામસામા હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકી સેનાએ જણાવ્યું હતું કે, શનિ-રવિવારે ઈરાનમાં કેટલાક રડાર અને ડ્રોન નિયંત્રણ ઠેકાણાઓ ઉપર હુમલો કરાયો હતો. બીજીબાજુ ઈરાને કુવૈતમાં અમેરિકાનાં એરબેઝને ફરી એકવાર ડ્રોન અને મિસાઈલથી નિશાન બનાવ્યું હતું. અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડનાં બતાવ્યા અનુસાર ઈરાનનાં ગોરુક ક્ષેત્ર અને કેશ્મ દ્વીપ ઉપર હુમલા કરાયા હતાં. જેમાં રડાર અને ડ્રોન કંટ્રોલ સેન્ટરને નિશાને લેવાયા હતાં. આ કાર્યવાહી આત્મરક્ષાનાં ભાગરૂપે કરવામાં આવી હતી.