NEET 2026 પુન: પરીક્ષા પેન- પેપર મોડમાં જ યોજવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

copy image

copy image

સુપ્રીમ કોર્ટે સોમવારે નીટ-યુજીની 21 જૂને યોજાનારી પરીક્ષા કોમ્પ્યુટરથી લેવાય તેવી માંગનો ઇન્કાર કરી દીધો હતો. મળતી માહિતી મુજબ પુન: પરીક્ષા પેન-પેપરની પરંપરાગત પદ્ધતિથી જ લેવાશે. જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને અરવિંદકુમારની ખંડપીઠે રાજદ સાંસદ સુધાકરસિંહની અરજી પર સુનાવણી કરી હતી. આ તબીબી પ્રવેશ પરીક્ષા રદ કર્યા બાદ બીજીવાર યોજાઇ રહી છે. એજન્સીઓ અનેક પડકારો અને દબાણમાં કામ કરી રહી છે. તરત પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ સંભવ નથી તેવું કોર્ટે જણાવ્યું હતું.