ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત
copy image

ભારત-અમેરિકા વચ્ચે સફળતાપૂર્વક ટ્રેડ ડીલ કરવા માટે ઘણી બેઠકો યોજાઈ હતી, ઘણા સમયથી તેની રાહ પણ જોવાઈ રહી છે, ત્યારે હવે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ સમજૂતી અંગે મહત્વનું અપડેટ આપ્યું છે. ગોયલે જણાવ્યું કે, બન્ને દેશો વચ્ચેની ડીલનું લગભગ 99 ટકા કામ પુરૂ થઈ ગયું છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. એટલે કે ટૂંક સમયમાં તેની મોટી જાહેરાત થઈ શકે છે. ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે બે થી ચાર જૂન દિલ્હીમાં બેઠક યોજાવાની છે. અમેરિકાના સીનિયર ટ્રેડ અધિકારીઓનું મોટા ડેલિગેશને ભારત આવવાની શરૂઆત કરી છે. ગોયલે જણાવ્યું કે, હવે બન્ને દેશો વચ્ચે ડીલ સબંધિત મોટા મુદ્દા અંગે કોઈ વિવાદ નથી, માત્ર નાની ટેકનિકલ બાબતો સુધારવાની બાકી છે. ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, અમેરિકા સાથે ફાઈનલ ડીલ થતાં જ બન્ને દેશોનો વેપાર આગળ વધતો તેમજ અર્થવ્યવસ્થાને લાભ મળવાનું શરૂ થઈ જશે. વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સમજૂતી મામલે પોતાના હિતો પર અડગ છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન માર્કેટમાં અન્ય દેશો કરતા વધુ તક ન મળે તેવી કોઈપણ સમજૂતી માટે