ભુજ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની ૧૭ જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
ભુજ તાલુકાની ૭-પોલીસ હેડ કવાર્ટસ ભુજ, ૪૮ સણોસરા પ્રાથમિક શાળા, ૭૭- ગોડપર(સરલી) પ્રાથમિક શાળા, ૮૧- માધાપર પ્રાથમિક શાળા નં.૦૧, ૧૨૨- ગોરેવાલી ગ્રુપ પ્રાથમિક શાળા, ૧૨૪- આધિયાંગ પ્રાથમિક શાળા, ૧૬૬- લોરીયા પ્રાથમિક શાળા, ૨૦૧- કેમ્પ એરિયા પ્રાથમિક શાળા નં.૨૧, ૨૨૦- શિવરામ મંડપ પ્રાથમિક શાળા, ૨૬૫- ગોરેવાલી પ્રાથમિક શાળા નં.૨, ૨૮૪- કામાણીવાંઢ, ૩૧૦ કાસવાંઢ પ્રાથમિક શાળા , ૩૨૯ સુમરાસર દક્ષિણવાડી, ૬૬- આંણદસર પ્રાથમિક શાળા, ૪૨- કોટડા આથમણા પ્રાથમિક શાળા, ૧૩૯ ખાવડા કન્યા પ્રાથમિક શાળા, ૨૮૨ નેરી પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં પી.એમ.પોષણ અંતર્ગત ૧૭ જગ્યા પર સંચાલકોની જગ્યા ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય), પ્રથમ માળે, રૂમ નંબર-૧૪, એકોર્ડ હોસ્પિટલની સામે, ભુજમાંથી મેળવી લેવાના રહેશે. આ ફોર્મ ૧૨/૦૬/૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય) કચેરીએ જરૂરી આધાર પુરાવા જેવા કે, રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, જન્મ તારીખના આધાર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તેમજ એસ.એસ.સી કે તેથી વધુ લાયકાત ધરાવતા હોય તે અંગેની માર્કશીટ સહ તમામ આધારોની પ્રમાણિત નકલો સાથે સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે. ઉમેદવારની લાયકાત ૧૦ પાસ, પગારધોરણ રૂ. ૪૫૦૦ રહેશે, વયમર્યાદા ૨૦ વર્ષથી વધુ ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ. ભરતી કરવાના થતાં કેન્દ્રોની માહિતી તથા અરજી ફોર્મ મામલતદાર કચેરી, ભુજ(ગ્રામ્ય)ની કચેરીથી મળી શકશે તેમ મામલતદાર ભુજ(ગ્રામ્ય)ની અખબાર યાદીમાં જણાવાયું છે.