અમેરિકામાં ગેરકાયદેસર વસતા 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોની ધરપકડ
copy image

અમેરિકામાં વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ખાસ કરીને કમર્શિયલ ડ્રાઈવરો સામે વહીવટીતંત્ર હવે કડક બન્યું છે. યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ એરિઝોનાના યુમા સેક્ટરમાં ‘ઓપરેશન ચેકમેટ’ હેઠળ કાર્યવાહી કરીને કુલ 52 લોકોની ધરપકડ કરી છે, જેમાં 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોનો સમાવેશ થાય છે.મળતી માહિતી મુજબ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના જણાવ્યા અનુસાર, આ ધરપકડ 11થી 15 મે દરમિયાન કરાઇ હતી. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એવા કમર્શિયલ મોટર વ્હીકલ ઓપરેટરોને પકડવાનો છે, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે અને ડ્રાઈવિંગ કરી રહ્યા છે.જેમાં કુલ ધરપકડ:52 જેમાંથી ભારતીય નાગરિકો:30 છે યુએસ બોર્ડર પેટ્રોલના એક્ટિંગ ચીફ પેટ્રોલીંગ એજન્ટ ડસ્ટિન ડબલ્યુ. કોડલેએ બતાવ્યું હતું કે, આ કાર્યવાહીનો હેતુ જાહેર સુરક્ષાને સુરક્ષિત રાખવાનો અને અયોગ્ય ડ્રાઈવરો દ્વારા થતા જીવલેણ અકસ્માતોને રોકવાનો છે. તમામ વ્યક્તિઓ સામે ફેડરલ કાયદા મુજબ પ્રક્રિયા કરીને તેમને દેશનિકાલ કરવામાં આવશે.