કરોડોના કોકેઇન પ્રકરણમાં એક આરોપીના વધુ છ દિવસના રિમાન્ડ મંજૂર

મુંન્દ્રાના સમુદ્ર પરથી ઝડપાયેલા ૧,૧૫૦ કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મામલામાં મુન્દ્રાની નામદાર અદાલતે મહત્વનો આદેશ કર્યો છે. પકડાયેલા મુખ્ય આરોપી જુમા નાસીર ઉમરના અગાઉના રિમાન્ડની મુદત પૂર્ણ થતાં, આજે તેને ફરી મુંદરાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીના આગામી તારીખ ૬ જૂન સુધીના વધુ છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.