પૂર્વ કચ્છ પોલીસનું મેગા ઓપરેશન: 35 બાંગ્લાદેશીની અટકાયત

રાજ્યવ્યાપી બાંગ્લાદેશી તપાસ અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા મોડી રાત્રે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ એલસીબી, એસઓજી સહિત વિવિધ પોલીસ શાખાઓએ અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. કાર્યવાહીમાં 35 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયત કરી ડિટેન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તમામની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.