રાપરમાં દારૂ શોધવા માટે નીકળેલ પોલીસને ઘરમાંથી બંદૂક મળતાં શખ્સની ધરપકડ

copy image

copy image

 રાપર ના ટગામાં દારૂ શોધવા માટે નીકળેલ પોલીસને ઘરમાંથી બંદૂક મળતાં પોલીસે શખ્સની ધરપકડ કરી બંદૂક જપ્ત કરી હતીપ્રાથમિક માહિતી મુજબ ટગા ગામમાં રહેનાર અકબર જાનમામદ હિંગોરજા નામનો ઈસમ દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વબાતમીના આધારે રાપરના ટગામાં દેશી દારૂ શોધવા માટે નીકળેલ પોલીસે ઇસમના મકાનમાં રેડ પાડતા હાથ બનાવટની બંદૂક મળી આવી હતી. ઈસમ પાસે આ બંદૂક કેવી રીતે આવી, તે શેના ઉપયોગમાં લેતો હતો ? તે મજ અન્ય પ્રશ્નોના જવાબ ન મળતા પોલીસ દ્વારા આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.