સીબીએસઇ વિવાદૃમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી ચેરમેન-સચિવને હટાવાયા, તપાસ કમિટી બનાવાઈ

copy image

copy image

નીટનું પેપર ફૂટયા પછી સીબીએસઇની ઓએસએમ સુવિધામાં બહાર આવેલા ગોટાળા અને વિદ્યાર્થીઓમાં ફેલાયેલા રોષ  બાદ સરકારે હરકતમાં આવીને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં મોટા વહીવટી ફેરફારો કરાયો છે. મળતી માહિતી મુજબ બોર્ડના અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે અને લોખંડે પ્રશાંત સીતારામ નવા ચેરમેન તથા વરુણ ભારદ્વાજ નવા સચિવ તરીક નિમણૂક થાય છે. બોર્ડ દ્વારા ઓન-ક્રીન માર્કિંગ સેવાઓની ખરીદી પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સમિતિ સમગ્ર પ્રક્રિયાની વિગતવાર તપાસ કરીને ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરશે. બોર્ડની નવી ઓન-ક્રીન માર્કિંગ સિસ્ટમ અને રી-ઇવેલ્યુએશન પોર્ટલમાં સામે આવેલી ગંભીર ટેકનિકલ ખામીઓ બાદ મોદી સરકારે કડક વલણ અપનાવી આ પગલું ભર્યું છે. સીબીએસઈના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી પ્રશાસનિક કાર્યવાહી મનાઈ રહી છે.  આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રી-ઇવેલ્યુએશન અને ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલોમાં રહેલી સમસ્યાઓના ચકાસણી માટે પોર્ટલ શરૂ કર્યું છે. આ સુવિધા માત્ર એ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, જેમણે પોતાની સ્કેન કરેલી ઉત્તરવહીઓ મેળવી લીધી છે. પોર્ટલ 2 જૂન, 2026થી 6 જૂન, 2026 (મધરાત સુધી) ખુલ્લું રહેશે. ત્યારબાદ કોઈ પણ ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓએ સીબીએસઇની સત્તાવાર વેબસાઇટ પર આધાર નંબર દ્વારા લોગિન કરીને ઓનલાઇન અરજી કરવી પડશે. ફી ચુકવણી સહિતની સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી જ પૂર્ણ કરવામાં આવશે. આ પોર્ટલને હેક કરવા માટે પણ મોટા પાયે પ્રયાસો થયા હતા. બે મિનિટમાં 1પ લાખ હીટ મળ્યા હતા. સીબીએસઇએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, અંતિમ અરજી સબમિટ કરતા પહેલાં તમામ વિષયો સંબંધિત અનુરોધોનો સમાવેશ કરી લે. એકવાર `ફ્રીઝ એન્ડ પ્રોસીડ ટુ પેમેન્ટ બટન દબાવી દેવાયા બાદ અરજી લોક થઈ જશે અને તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. બોર્ડે સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, વિદ્યાર્થી એક વિષય માટે અથવા એક સાથે અનેક વિષયો માટે માત્ર એક જ અરજી કરી શકે છે.