આગામી ચોમાસા ની ઋતને ધ્યાને રાખીને શહેરમાં સમસ્યાઓ ના થાય તેના માટે પ્રી-મોન્સુન કામગીરીની રીવ્યુ બેઠક

૦૩.૦૬.૨૦૨૬ ના રોજ આગામી ચોમાસા ની ઋતને ધ્યાને રાખીને શહેરમાં પાણી, ગટર તેમજ રોડલાઈટની સમસ્યાઓ ના થાય તેના માટે પ્રી-મોન્સુન કામગીરીની રીવ્યુ બેઠક લેવામાં આવી હતી.

આજરોજ તા. ૦૩.૦૬.૨૦૨૬ ના રોજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને શહેરમાં પાણી, ગટર, સફાઈ તેમજ રોડલાઈટની સમસ્યાઓ ના થાય તેના માટે પ્રી-મોન્સુન કામગીરીની રીવ્યુ બેઠક લેવામાં આવી હતી.

ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ તેમજ કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી ની આગેવાની હેઠળ આજરોજ પાણી પુરવઠા શાખાના ઈન્જીનીયર, ડ્રેનેજ શાખાના ઈન્જીનીયર તેમજ આ બંને શાખાના કામો કરતા કોન્ટ્રાક્ટરો સાથે સંયુક્ત મીટીંગ યોજવામાં આવી હતી જેમાં હાલમાં શહેરમાં ચાલતા પાણી-ગટરની લાઈનના કામો તેમજ પાણી શાખા તેમજ ડ્રેનેજ શાખા દ્વારા આગામી સમયમાં કરવાના કામોનું આયોજન તથા ચોમાસા પહેલા પૂર્ણ કરવાના કામો બાબતે ગંભીર ચર્ચાઓ થઇ હતી. સાથે સાથે નગરપાલિકાના તમામ શાખાના વાહનો જેને રીપેરીંગની જરૂર છે તેને રીપેર કરાવી પાણી, ગટર, રોડલાઈટ તેમજ સફાઈ જેવી આવશ્યક સેવાઓમાં કોઈ ખામી ના રહે તે માટે એડવાન્સમાં તૈયારીઓ રાખવા મેકેનિક શાખાને જણાવ્યું હતું. તદઉપરાંત આગામી દિવસોમાં ભુજ શહેરમાં આવતા તમામ નાળાઓની સફાઈ કરવામાં આવશે જેના માટે સેનિટેશન શાખાના બ્રાંચહેડને પણ તે કામો પર સ્થાનિક હાજર રહીને કામીગીરી કરાવવાનું ચુસ્ત સુચન કર્યું હતું. જેથી કરીને આપણા ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં નવા નીર આવે તેમજ ભુજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે નહિ.