રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી(ખનીજ)નું ખનન કરતા હિટાચી મશીનને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ. શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, નાના દિનારા ગામની સીમ વિસ્તારમાં હિટાચી મશીનથી ગેરકાયદેસર રીતે રેતીનુ ખનન થતુ હોવાની બાતમી મળેલ જે હકીકત આધારે સ્થાનિક જગ્યાએ તપાસ કરતા બાતમી મુજબનું હિટાચી મશીન ખોદકામ કરતા મળી આવેલ જે હિટાચી મશીનના ડ્રાઇવરનું નામ પુછતા ક્રિષ્ણદાસ અશોકનાથ ગૌસ્વામી રહે હાલે. નાના દિનારા મુળ રહે. મધ્યપ્રદેશવાળો હોય અને મજકુર પાસે ખનન કરવા બાબતેના કોઇ આધાર પુરાવા ન હોય અને આ ખોદકામ તેના શેઠ ભરતભાઇ આહિરના કહેવાથી કરતો હોવાની હકીકત જણાવેલ જેથી તેના શેઠને બોલાવી રેતી(ખનીજ) ખનન કરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ફ્લાઇંગ સ્કોડ, ખાણ ખનીજ વિભાગ, ભુજનાઓને ટેલીફોનિક જાણ કરી રૂબરૂ બોલાવી સ્થાનિક જગ્યાએ ખાણ ખનીજ વિભાગ દ્વારા થયેલ ખોદકામ અંગે માપણી કરી તેમજ હિટાચી મશીન સ્થાનિક જગ્યાએ સીઝ કરી કિ.રૂ. ૫૦,૦૦,૦૦૦/-(પચાસ લાખ) સીઝર મેમો આપેલ અને થયેલ ખોદકામ અંગે માપની અને દંડની રકમની આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.