કચ્છ દરિયાઈ સરહદ સુરક્ષા વધારવા મોટો નિર્ણય

image-46

કચ્છના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશબંધી કરવાનો નિર્ણય લેવાયો છે મળતી માહિતી મુજબ દરિયાઈ વિસ્તારની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે કચ્છ જિલ્લા પ્રશાસન દ્વારા એક ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય દેવામાં આવ્યો છે. કચ્છના વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા ૨૧ જેટલા નિર્જન ટાપુઓ (Uninhabited Islands) ५२ સામાન્ય નાગરિકો અને બહારના લોકોના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (CrPC) ની કલમ ૧૪૪ હેઠળ આ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં શેખરણ પીર, ઓગેતરા, લૂણાબેટ, ખદરાઈ પીર,સૈયદ સુલેમાન પીર, ચાભાદેવ, લુણ ,ગોદરાઈ, મોટાંપીર,હેમતાલ, ખોખરાઈ,ખાનાના, ગોપી,સટોરી,ભકલ સાવલા પીર, ચીની, પીર સનાઈ, બોચા, સેઠવાર, સાત સૈદા નો સમાવેશ થાય છે