અંબાજી ગબ્બર ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તેમજ હાટકેશ અંબિકા મહિલા મંડળના પ્રમુખ દ્વારા પૂજારીનું કચ્છી પાઘડી પહેરાવી સન્માન

આજરોજ અંબાજી ગબ્બર ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકરભાઇ અંતાણી તેમજ હાટકેશ અંબિકા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથી તથા રાજ્યપાલ મુખ્યમંત્રી એવોર્ડ વિજેતા વારીસ પટણી દ્વારા પૂજારીનું કચ્છી પાઘડી પહેરાવી સન્માન કરી અને 41 કિલો ઘી જ્યોત સે જ્યોત જલે માટે અર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે કૃતિબેન શરદભાઈ છાયા(અંજાર વાળા), અશિત અંતાણી, રૂપેશભાઈ વસાવડા સહિતના દ્વારા શક્રાદય સ્તુતિ, તેમજ મહીમન સ્ત્રોત તેમજ હિરલબેન ધ્રુવ ધોળકિયા દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે લૂના આશિષ ભાઈ વૈદ્ય, તૃપ્તિબેન અક્ષયભાઇ અંતાણી, શ્રદ્ધાબેન તુષારભાઈ ધોળકિયા બહોળી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા તેવું હાટકેશ સેવા મંડળની યાદીમાં જણાવ્યું હતું