સહકાર સેવા મંડળ ધ્વારા નવનિયુક્ત કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનનું શાલ ઓઢાળી સન્માન

2-press-not

સહકાર સેવા મંડળ ધ્વારા નવનિયુકત કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રભાબેન મેરામણભાઈ હુણ(રબારી) તથા ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા તથા કારોબારી ચેરમેન હરીશ નાનજી ભંડેરી નું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ.
આ સન્માન કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર સમેજા, ઉપપ્રમુખ માલશીભાઈ માતંગ, કચ્છી આર્ટ ટ્રસ્ટના રમજુભાઈ કુંભાર, અખિલ કચ્છ જત સમાજ ના પ્રમુખ ઈશાકભાઈ જુમા જત તથા મહામંત્રી ઈબ્રાહિમભાઈ હાજીસુલેમાન જત, માજી કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઈ જત, સામાજિક આગેવાન યુનુસભાઈ ખત્રી, બાબુભાઈ વરચંદ હાજર રહેલ હતા.
તમામ એ નવનિયુકત થયેલ પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તેમજ કારોબારી ચેરમેનને શુભેચ્છા પાઠવેલ હતી. તેમજ કચ્છની પ્રજા માટે સુચારૂ કાર્ય કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.
આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા માલશી માતંગ એ સંભાળેલ હતી. તેમજ સંચાલન ઝહીર સમેજાએ કરેલ હતુ.