યુદ્ધ રોકવા અમેરિકામાં પ્રસ્તાવ પસાર

copy image

copy image

ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને રોકવા માટેનો પ્રસ્તાવ ગુરુવારે અમેરિકા પ્રતિનિધિ સભામાં પસાર થયો હતો. પ્રસ્તાવમાં જણાવાયું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોંગ્રેસની મંજૂરી વિના સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી શકે નહીં.  હવે આ પ્રસ્તાવ સીનેટમાં મોકલાશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે મુકાશે. જો કે, ટ્રમ્પ આ મામલે વીટોનો ઉપયોગ કરશે તેવું લાગી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બીજી તરફ ઈઝરાયલની સેનાએ દક્ષિણ લેબનાનના લોકોને જહરાની નદીના દક્ષિણ વિસ્તારમાં ન જવાની ચેતવણી આપી છે, આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે હાલમાં જ અમેરિકાની મધ્યસ્થીમાં ઈઝરાયલ અને લેબનાન સરકારે યુદ્ધ વિરામ લાગુ કરવા સહમતી દર્શાવી હતી. એક મીડિયા હેવાલ મુજબ, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં આ પ્રસ્તાવ 218-208 વોટથી પસાર કરાયો હતો, જેમાં ચાર રિપબ્લિકન સાંસદે પણ ડેમોક્રેટસની સાથે વોટ આપી ટ્રમ્પ વિરુદ્ધ વલણ દાખવ્યું હતું.. જો મંજૂરી નહીં મળે તો સૈન્ય દળોને પરત ફરવાની માંગ કરાશે. આ મતદાનને ટ્રમ્પની રિપબ્લિકન પાટી અંદર વધી રહેલી અસહમતીના રૂપમાં પણ જોવાઈ રહ્યું છે. ઈરાન યુદ્ધ મામલે અમેરિકામાં જનસમર્થન પણ સીમિત જોવા મળી રહ્યું છે અને વધતી ઈંધણ કિંમતોને લઈને ચિંતા પણ જોવા મળી રહી છે