ગાંધીધામમાં ભંગારના વાડામાં લાગેલી આગ 24 કલાક બાદ બુજાઈ
copy image

ગાંધીધામ શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં ભંગારના વાડામાં લાગેલી આગથી ભારે દોડધામ મચી હતી. મળતી માહિતી મુજબ સવાર સુધી આગની જ્વાળાઓ ભભૂકતી રહી હતી. આગમાં વ્યાપક નુકસાન થયું હતું. ખોડિયારનગર ખાતે રાત્રિના 11 વાગ્યાના અરસામાં આગનો બનાવ બન્યો હતો. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. થોડીવારમાં જ આખા ભંગારના વાડામાં આગ ફેલાઈ ગઈ હતી. અંદાજે 10 ગેસ સિલિન્ડર, 200થી વધુ ટાયર તેમજ પાંચ મોટી ગાડી આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. મોડી રાત્રિ સુધી આગ બેકાબૂ રહી હતી.. આગ બુઝાવવા માટે લેવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણીનાં માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ટિમ્બર એસોસીએશની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્ટે પરોઢના અરસામાં આગ મહદઅંશે કાબૂમાં આવી હતી. પરંતુ સવારના 10 વાગ્યા સુધી જ્વાળાઓ દેખાતી હતી. મહાનગરપાલિકાની ફાયર ફાઈટિંગ ટીમ દ્વારા સવારે 10 વાગ્યા સુધી પાણી છંટકાવ જારી રખાયો હોવાનું જણાવાયું હતું. આગ બુઝાવવા માટે વ્યાપક પાણીનો મારો ચલાવાયો હતો.આગના બનાવના પગલે ભારે દોડધામ મચી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.