ભચાઉ તાલુકાના વાંઢીયા ના બ્રિજ નબળો પડી જતાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ તથા વૈકલ્પિક રસ્તાના ઉપયોગ માટે જાહેરનામું જારી કરાયું
કચ્છ શાખા નહેર વિભાગ-૨/૬, ભચાઉના વંચાણવાળા પત્રની વિગતે વાંઢીયા પેટા નહેરની સાંકળ ૮.૭૬ મીટર (ભચાઉથી કરમરીયા તરફ જતા રસ્તા) પર આવેલ MDRB બ્રિજના સર્વેક્ષણ તથા જરૂરી પરીક્ષણો કર્યા બાદ રિપોર્ટ મુજબ ઉક્ત બ્રિજનો સ્લેબ તથા પિલર નબળા પડી ગયેલ હોઈ ભવિષ્યમાં કોઈ અકસ્માત કે મોટી જાનહાની ન થાય તે માટે બ્રિજ પરથી તમામ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી થવા દરખાસ્ત રજૂ થયેલ છે. જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબની હુકમ કરવા જરૂરી જણાય છે.
કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૩૧/૧૨/૨૦૨૬ સુધીના સમયગાળા માટે અનુસૂચિમાં જણાવેલ બ્રિજ પરથી તમામ વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરુ છું.
અનુસુચિ મુજબ વૈકલ્પિક માર્ગ વિગતમાં હળવા/નાના વાહનો કે દ્વિચક્રીય વાહનો માટે તેમજ ભારે વાહનો માટે વાંઢીયા પેટા શાખા નહેરની સાંકળ ૮૭૬ મીટર (ભચાઉથી કરમરીયા તરફ જતા રસ્તા) પર આવેલ MDRB બ્રિજના વિકલ્પમા વાંઢીયા પેટા શાળા નહેરની ઉપરની તરફ આવેલ બ્રિજની સાકળ ૦.૧૧૫ કિ.મી તથા નીચેની બાજુ સાઈડ આવેલ બ્રિજની સાકળ ૧.૩૩૬ કિ.મી (બંને UVRB) પર આવેલ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.જેના પર હળવા/નાના વાહનો કે દ્રિચકી વાહનો માટે ઉપયોગ કરવા અને ભચાઉથી બાબા રામદેવ પીર મદિરથી વિજપાસર-વોંધડા-કરમરીયા જવાના રસ્તાનો ભારે વાહનો માટે ઉપયોગ કરવા જણાવાયું છે.
આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાના, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.
આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કાર્યપાલક ઈજનેરશ્રી, કચ્છ શાખા નહેર વિભાગ નં.૨/૬, ભચાઉએ ઉક્ત મુજબના રસ્તાઓ પરના જાહેર સ્થળોએ તમામ લોકોને વ્યવસ્થિત દેખાય અને વચાય એ રીતે ડીસ્પ્લે બોર્ડ રાખી કરવાની રહેશે તેમજ જાહેરનામાના ચુસ્ત અમલ માટે પોલીસ ખાતાએ તથા કચ્છ શાખા નહેર વિભાગે સંબંધિત રસ્તાઓ પર જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.