મુંદ્રા બંદરે ગુજરાત ATSનું ગુપ્ત ઓપરેશન:પાકિસ્તાનથી આવેલ જહાજની સઘન તપાસ
copy image

કચ્છના મુંદ્રા બંદર પર ગુજરાત ATS દ્વારા એક ગુપ્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનથી આવેલ એક શંકાસ્પદ જહાજને રોકી તેની સઘન ચેકિંગ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ જહાજ મુંદ્રા બંદર થઈ મુંબઈના નહાવા સેવા બંદર તરફ જવાનું હતું જોકે આ જહાજમાં શંકાસ્પદ સામગ્રી હોવાને પગલે ATSની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તેને રોકાયું હાલ સમગ્ર ઓપરેશનને ગુપ્ત રાખવામાં આવ્યું છે અને જહાજમાંથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી છે કે નહીં ?તે અંગે સતાવર માહિતી જાહેર નથી કરાઇ. પાકિસ્તાન કનેક્શન ધરાવતા આ જહાજની તપાસમાંથી શું ખુલ્લાસઓ થાય તેની પર સૌની નઝર છે