હોર્મુઝ બાદ હવે ‘બાબ અલ મંદેબ’ જળમાર્ગ બંધ કરવાની ઈરાનની ખુલ્લી ધમકી

copy image

copy image

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો તણાવ હવે સંપૂર્ણપણે કાબૂ બહાર જઈ ચૂક્યો છે. એપ્રિલ મહિનાના યુદ્ધવિરામ બાદ તેહરાનથી થયેલા સીધા મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલે ઈરાન પર ‘શક્તિશાળી વળતો પ્રહાર’ કર્યો છે. ઈઝરાયલના આ આકરા સૈન્ય એક્શન બાદ હવે ઈરાન તરફથી વિશ્વને હચમચાવી દેનારી આંતરરાષ્ટ્રીય ધમકી આપવામાં આવી છે, જેના કારણે વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જવાનો ખતરો પેદા થયો છે. ઈઝરાયલ પાસે હવે બે જ રસ્તા છે: ઈરાન આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી CNN ના અહેવાલ અનુસાર, ઈરાનના વરિષ્ઠ નેતા અલી વિલાયતીએ વર્તમાન પરિસ્થિતિ અંગે કડક વલણ અપનાવતા કહ્યું છે કે, “હાલના સંજોગો જોઈને દુશ્મને કોઈ પણ પ્રકારની ગેરસમજમાં રહેવાની જરૂર નથી.” તેમણે ઈઝરાયલને સ્પષ્ટ સંદેશ આપતા ધમકી આપી છે કે હવે તેની પાસે માત્ર બે જ રસ્તા બચ્યા છે; કાં તો તે પોતાની બેવકૂફી તાત્કાલિક બંધ કરે અથવા તો એવા ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહે જ્યાં વિશ્વના બે સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર તેને સણસણતો અને સંતુલિત જવાબ મળી શકે.