મુંદરામાં ટુ વ્હીલર પર નોકરીએ જતા 64 વર્ષીય વૃદ્ધને ટ્રેઈલરે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નીપજયુ
copy image

મુંદરામાં ટુ વ્હીલર પર નોકરીએ જતા 64 વર્ષીય વૃદ્ધને ટ્રેઈલરે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતુ સુત્રો અનુસાર મળતી માહિતી દ્વારા ખાનગી શુભ સિક્યોરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા અને મુંદરાના મહેશનગરમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ ગત સવારે નોકરીએ જતા હતા, ત્યારે શક્તિનગર વિસ્તારમાં પહોંચતા ટ્રેઈલર વાળાએ બેદરકારીથી ટ્રેઈલર ચલાવી સ્કૂટરને ઓવરટેક કરવા જતાં પાછળથી અડફેટે લેતાં તેમના માથા પર ટ્રેઈલરનું પાછળનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. 108ને જાણ કરતાં ઘટનાસ્થળે આવી હતી, પરંતુ આ પહેલાં દમ તોડી દીધો હતો. મુંદરા પોલીસે ટ્રેઈલર ચાલક સામે ગુનો દાખલ કરી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.