નલિયામાં બહુજન આર્મીની બેઠક યોજાઈ નવા હોદ્દેદારો ની વરણી કરાઈ

નલિયા ખાતે બહુજન આર્મી સંગઠનની મહત્વપૂર્ણ બેઠક સંસ્થાપક લખનભાઈ ધુવાની આગેવાની હેઠળ યોજાઈ હતી, જેમાં સંગઠનના વિસ્તરણ અને મજબૂતીકરણ માટે નવી ટીમની રચના કરવામાં આવી હતી.
બેઠકમાં દિવ્યરાજસિંહ જાડેજાને પશ્ચિમ કચ્છ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મનજીભાઈ મહેશ્વરીને અબડાસા તાલુકા પ્રમુખ, રઘુવંતસિંહ જાડેજાને ઉપપ્રમુખ, ઇસ્માઇલભાઈ સુમરાને ઉપપ્રમુખ તેમજ તરુણભાઈ જોષીને મહામંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી હતી.
સંગઠન મંત્રી તરીકે દેવજીભાઈ બુચિયા, મીડિયા સહયોજક તરીકે કિરીટસિંહ જાડેજા અને IT સેલ પ્રમુખ તરીકે અબ્બાસ કુંભારને જવાબદારી સોંપવામાં આવી હતી.
અબડાસા મંત્રી તરીકે અબ્દુલભાઈ મંધરા, જાવેદ લુહાર અને નાનજીભાઈ કોલી નિયુક્ત થયા હતા. પશ્ચિમ કચ્છ કાનૂની સલાહકાર તરીકે મોહિતસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા IT સેલ પ્રમુખ તરીકે અજબકુમાર મકવાણા પસંદ થયા હતા.
બેઠકમાં આગામી સમયમાં કચ્છના ગામે ગામ સંગઠનનું વિસ્તરણ કરીને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ખેડૂતો, મહિલાઓ અને માલધારીઓના પ્રશ્નો તેમજ દારૂ-ડ્રગ્સ જેવા સામાજિક દુષણો સામે લડત ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
સંસ્થાપક લખનભાઈ ધુવાએ જણાવ્યું હતું કે બહુજન આર્મી કચ્છના લોકોના હક્ક અને અધિકારો માટે સતત સંઘર્ષ કરતી રહેશે અને મજબૂત જનઆંદોલન ઉભું કરશે.