રેલડી ઓવરબ્રિજ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: 19 ખેડૂતોની જમીન કપાતની ભીતિ, પોલીસ દ્વારા અટકાયત

copy image

copy image

ભુજ તાલુકાના મોટે રેલડી ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલા ઓવરબ્રિજ પ્રોજેક્ટની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ બુધવારે સવારથી ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

2017-18માં પ્રોજેક્ટનો અસલ પ્લાન બદલીને નવો રૂટ નક્કી કરાતા રેલડી અને આસપાસના વિસ્તારના અંદાજે 19 જેટલા નાના અને સીમાંત ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીન કપાતમાં જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ પ્રોજેક્ટનો જે અસલ પ્લાન મંજૂર થયો હતો, તેને બદલીને નવો રૂટ નક્કી કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને એક કિલોમીટર જેટલો લાંબો ફેરો થશે અને જમીનો બિન-ઉપયોગી બની જશે.

બુધવારે જ્યારે NHAI દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ થયું, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ગયા હતા. સરકાર અને હાઈવે ઓથોરિટી સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શાંતિ ભંગ ન થાય તે માટે પોલીસે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂતોની અટકાયત કરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મેથલ ઓપરેશન ગ્રુપ પણ હાજર રહી સ્થિતિ સંભાળી હતી.

વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાન રાજેશભાઈ આહિરે જણાવ્યું કે, “સરકાર આ જ જગ્યાએ બ્રિજ બનાવવા માંગતી હોય તો ખેડૂતોને વર્તમાન માર્કેટ વેલ્યુ મુજબ પૂરેપૂરું વળતર મળવું જોઈએ, જેથી જમીન ઉચ્ચાટન ટ્રીપ ઈરીગેશન અને કેન્સિંગના નુકસાનનો પણ સમાવેશ થાય.” ખેડૂતોએ યોગ્ય વળતર અથવા પ્લાન બદલવાની માંગ કરી છે.