ખાવડા ના વિસ્તારમાં આર.ઇ. પાર્કમાંથી મુદ્દામાલ જેની કિં. રૂા. 4,40,000ની ચોરી થઈ જવાની ફરિયાદ નોંધાઇ

copy image

copy image

ખાવડા ના વિસ્તારમાં આર.ઇ. પાર્કમાં એશિયાનો પ્રથમ નંબરનો સોલાર પ્લાન્ટ બની રહ્યો છે. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર અનેક કંપનીઓ અહીં સોલાર પ્લાન્ટ નાખી રહી છે. આ વચ્ચે ચોરીના બનાવો પણ વધી રહ્યા છે દરમ્યાન આ આર.ઇ. પાર્કમાંની એક કંપનીમાંથી મુદ્દામાલ જેની કિં. રૂા. 4,40,000ની ચોરી થઈ જવાની ફરિયાદ નોંધાઇ છે. ગત તા. 2/6ના મધ્યરાતે થયેલી આ ચોરી અંગે ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી છે. કંપનીમાંથી ફેસ-2, પ્લોટ નં. 8, બ્લોક નં. 18માંથી 13 કોપર બસબાર કિં. રૂા. 1,30,000, કોપર વાયર કિં. રૂા. 2,50,000, અર્થિંગ કોપર પટ્ટી કિં. રૂા. 50,000 અને 80 નટ-બોલ્ટ કિં. રૂા. 10,000 એમ કુલે રૂા. 4,40,000ના મુદ્દામાલની કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયા છે. આ બનાવ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.