ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુનો શોધી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનીક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અનસ સાલે સમા રહે મોટા દિનારા તા.ભુજ વાળો તેના મળતીયાઓ સાથે સફેદ કલરની બોલેરો ગાડીમાં કોપરની પટ્ટીઓ ભરી વેકરીયા રણના અંદર આવેલ કાચા રસ્તે ભુજ બાજુ આવી રહેલ છે અને તેમની પાસે રહેલ કોપરની પટ્ટીઓ જે તેઓ અગાઉ ચોરી કરીને લાવેલ છે અને તે ચોરી કે છળકપટથી મેળવેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે કોપરની પટ્ટી તથા બોક્ષમાં નટ બોલ્ટ ભરેલ હોય જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ ના હોય તથા આજથી આશરે ત્રણ દિવસ પહેલા અમે બન્ને તથા સુલેમાન ઉર્ફે ભાભા અબ્દુલ્લા સમા રહે મોટા તા. ભુજ વાળાઓ ભેગા મળી આ ગાડી વડે બાંધા ગામના પાછળ થી આર.ઇ. પાર્ક જેમા સોલારનું કામ ચાલે છે ત્યા જઈ એક સોલરાનો સામાન પડેલ હોય તે સ્ટોર પર જઈ ત્યાથી આ કોપરની પટ્ટી તથા નટ બોલ્ટ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમોને અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (કિ.રૂ. ૬,૧૦,૦00/-)

કોપરની પટ્ટી જેનો વજન આશરે ૫૦૦ કી.ગ્રા. કુલ્લે કિં.રૂ. ૩,૦૦,૦૦૦/-

  • નટ બોલ્ટ ના બોક્ષ નંગ ૫ જેનો વજન આશરે ૧૦૦ કિં.રૂ. કુલ્લે કી.રૂ. ૧૦,૦૦૦/-
  • મહીન્દ્રા કંપની બોલેરો રજી. નંબર GJ 33 T 1709 કિં.રૂ. 3,00,000/-

→ પકડાયેલ ઇસમ

  • અનસ સાલે સમા ઉ.વ. ૨૮ રહે. નવાવાસ મોટા દિનારા તા.ભુજવાળો
  • જાનમામદ ઉર્ફે જાની ઇબ્રાહીમ સમા ઉ.વ. ૩૧ રહે. મલક વાસ ધ્રોબાણા તા.ભુજ

: પકડવાનો બાકી ઇસમ

  • સુલેમાન ઉર્ફે ભાભા અબ્દુલ્લા સમા રહે મોટા તા. ભુજ
  • નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
  • ખાવડા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.ન. ૦૨૧૩/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ

૩૦૩(૨) મુજબ