કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસે વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં વિધાર્થીઓ સાથે સંવાદ કરશે
ભારત સરકારના માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૩ અને ૧૪ જૂનના રોજ પોરબંદર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.
તારીખ ૧૩ જૂન, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ વાગ્યે જી.એમ.ઈ.આર.એસ. કોલેજ, પોરબંદર ખાતે વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં વિધાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે આયોજિત ‘દિશા’ (DISHA) બેઠકમાં અધ્યક્ષતા કરશે. બપોરે ૪:૩૦ વાગ્યે તેઓ હોટલ લોર્ડ્સ ઇન ખાતે પોરબંદરના વિકાસ માટે આયોજિત વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટમાં હાજરી આપશે.
૧૪ જૂન, ૨૦૨૬ના રોજ મંત્રીશ્રી સવારે ૦૯:૩૦ કલાકે પોરબંદરના ભારવાડા ગામે પહોંચશે અને ત્યાં ફર્નિચર પાર્ક સંદર્ભે સ્થળ મુલાકાત કરશે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે તેઓ પોરબંદરના તાજાવાલા હોલ ખાતે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’માં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી સ્થાનિક અગ્રણીઓ સાથે સંવાદ કરશે.