કચ્છમાં અકસ્માતની વણઝાર યથાવત:નખત્રાણા તાલુકાના કોટડા (જ) નજીક ગમખ્વાર અકસ્માતમાં બે બાઇક સવાર વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત

નખત્રાણા નજીક ભીમપુરા પાસે કાળમુખો અકસ્માત: જડોદર ગામના બે યુવાનોની અધવચ્ચે તૂટી જિંદગી, ટ્રેલર ચાલક ઠોકર મારી ફરાર, ગામમાં માતમ

એક જ ક્ષણમાં હસતું-રમતું ઘર ઉજડી ગયું… નખત્રાણા તાલુકાના ભીમપુરા ગામ પાસે કાળમુખા અકસ્માતે બે માસૂમ જિંદગી છીનવી લીધી. જડોદર ગામના બે મુસ્લિમ યુવાનો પોતાના સપના લઈને બાઈક પર નીકળ્યા હતા, પણ કોણ જાણતું હતું કે આ તેમની અંતિમ સફર બની જશે.

પ્રાપ્ત અહેવાલ મુજબ એક બેકાબૂ ટ્રેલરે બાઈકને જોરદાર ટક્કર મારી અને પળવારમાં બંને યુવાનોના શ્વાસ હંમેશ માટે થંભી ગયા. બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હજુ તો લોહી સુકાયું પણ નહોતું ત્યાં ટ્રેલર ચાલક માનવતા નેવે મૂકી પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો.

ઘટનાની જાણ થતાં જ આખા જડોદર ગામમાં આક્રંદ છવાઈ ગયું. માતા-પિતાના કલેજાના ટુકડા સમાન બંને યુવાનોના મૃતદેહ 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી દવાખાને લઈ જવાયા ત્યારે હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘરના આંગણામાં આજે સન્નાટો છે અને બે પરિવારોના આંસુ સુકાતા નથી.

એક સાથે ગામના બે દીકરા અકાળે વિદાય થતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ફરાર ટ્રેલર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અલ્લાહ પાક આ બંને મિત્રો ને જન્નત નસીબ કરે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.