અંજારનાં યાદવનગરમાં બે પક્ષ વચ્ચે મારામારીના બનાવમાં સામસામી ફરિયાદ
copy image

અંજારનાં યાદવનગરમાં બે પક્ષ વચ્ચે મારામારી થતાં બંને પક્ષના છ લોકોને ઇજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંજારનાં યાદવનગરમાં રહી મોબાઇલની દુકાન ચલાવતા ફરિયાદી ગત તા:10-6ના રાત્રે પોતાના મિત્રનાં ઘરે તેના લેવા ઊભો હતો, તેવામાં અહીં ઊભા રહેવા મુદ્દે ફરહાન મામદ લોઢિયાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ફરિયાદી પોતાના ભાઇ સાથે અહીં સમાધાન કરવા આવતાં ઉશ્કેરાયેલા આઠ લોકોએ મળીને ધોકા, પથ્થરો વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. સામા પક્ષે ફરહાન મામદ લોઢિયાએ ઇમામશા મામદશા શેખ, મહેબૂબ હિંગોરજા, કાસમની બહેન, સલમાન હિંગોરજા, ફૈઝલ કુરેશી,તેનો ભાઇ કારિયો, અનવર હિંગોરજાની પત્ની સામે ફરિયાદ દર્જ કરાવાઈ હતી. આરોપીઓએ ધોકા, પથ્થર, ભાલા જેવાં હથિયારથી હુમલો કરતાં ફરિયાદી તથા અઝરૂદીન અને રેહાનને ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલાઓને સારવાર માટે લઇ જવાયા હતા. મારામારીના આ બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.