ભચાઉમાં પૂરપાટ જતી કારે હડફેટમાં લેતાં યુવાનનું મોત

 તા. 11 : ભચાઉ નજીક પોતાની ગાડી આગળ લેવા ટ્રાફિક હટાવતા 20 વર્ષીય યુવાનને કારએ હડફેટમાં લેતાં જીવ ગુમાવ્યો હતો મળતી માહતી મુજબ ભુજના કનૈયાબેથી પવનચક્કીનો સામાન ભરી ટ્રક ટ્રેઈલર લઈ નીકળ્યો હતો. આ વાહનની આગળ એસ્કોર્ટ હોય છે. વાહનના ચાલક અને ક્લીનર ગઈકાલે વહેલી સવારે ભચાઉ પહોંચતા કેસરી ગઢ રિસોર્ટ પાસે કલીનર તોતિંગ વાહન માટે ટ્રાફિક હટાવતો હતો. આ વાહન ધોરીમાર્ગ પર ચડી ગયું હતું તેવામાં પૂરપાટ જતી કારએ ક્લીનરને હડફેટમાં લેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને વધુ સારવાર માટે આદિપુર લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.