આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા ધંધાર્થીઓ લીધેલ ગેરકાયદેસરના પાણીના જોડાણો કાપવામાં આવ્યા.

આજરોજ ભુજ નગરપાલિકા પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના ધંધાર્થીઓ દ્વારા લેવાયેલ પાણીના ગેરકાયદેસર કોમર્શીયલ કનેકશનો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ જ્યારે ભુજ શહેરમાં પાણીની અછત ની વિકટ પરિસ્થિતિ હોઈ કલેકટરશ્રી તેમજ કચ્છ સાંસદના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા કરાયેલ હુકમ મુજબ તથા ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકાની પાણી પુરવઠાની ટીમ દ્વારા આજરોજ તા. ૧૨/૦૬/૨૦૨૬ ના ભુજ નગરપાલિકાની મેઈનલાઈન માંથી જેમણે ગેરકાયદેસરના પાણીના જોડાણો લીધેલ છે તેવા એરપોર્ટ રોડ, હોટલ સેવન સ્કાયની સામે આવેલ દુકાનો, સર્વિસ સ્ટેશનો તેમજ હોટેલોના કુલ ૩૭ જેટલા પાણીના કનેકશનો કાપવામાં આવેલ છે તથા આ કનેકશનો જો ફરી થી ગેરકાયદેસર રીતે લેવામાં આવશે તો તેઓની સામે ફોજદારી ફરિયાદની કાર્યવાહી ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.